ભારતીય ગણિતજ્ઞ દ્વારા શોધ કરવામાં આવેલા ‘6174’ને મેજીકલ નંબર કેમ કહેવામાં આવે છે ?
આ સંખ્યા ‘6174’ જોવાથી તો સામાન્ય નંબર જ લાગે છે. આ સંખ્યા કોઈને પણ ખબર નહીં હોય કે આ મેજીકલ નંબર છે. આ સંખ્યાનો ગણિતમાં ઉપયોગ કરવામાં આવે છે. સારા-સારા ગણિત વિશેષજ્ઞની પણ બોલતી બંધ થઇ જાય છે. વર્ષ 1949થી લઈને અત્યાર સુધી બધા જ દુનિયાભરના લોકો માટે આ નંબર એક કોયડો બની ગયો છે.

ભારતીય ગણિતજ્ઞ દત્તાત્રેય રામચંદ્ર કાપ્રેકરને સંખ્યા સાથે પ્રયોગ કરવાનું ઘણું પસંદ હતું. તેના આ પ્રયોગના કારણે તેનો પરિચય રહસ્યમયિ સંખ્યા 6174થી થયો હતો.
મુંબઈ વિશ્વ વિદ્યાલયમાં ભણેલા રામચંદ્ર કાપ્રેકરે મુંબઈની દેવલાલી કસ્બેની એક સ્કૂલમાં ગણિત ભણાવીને તેની જિંદગી પુરી કરી હતી. રામચંદ્ર સ્કૂલ અને કોલેજના સમયમાં ગણિતના અઘરાથી અઘરા પ્રશ્નોના હલ કરવા માટે જતા હતા. રામચંદ્ર કહેતા હતા કે, જેવી રીતે શરાબી નશામાં રહેવા માટે દારૂ પીવે છે તેવી જ રીતે સંખ્યાના મામલે પણ બિલકુલ મારી સાથે કંઈક આવું જ છે.
રામચંદ્રની આ શોધની ચર્ચા ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેની ચર્ચા થતી હતી. વર્ષ 1970ના દાયકામાં એમેરિકાના બેસ્ટ સેલિંગ લેખક અને ગણિતમાં રુચિ રાખનાર માર્ટિન ગાર્ડરે પપણ રામચંદ્ર વિષે એક લોકપ્રિય સાયન્સ મેગેઝીન ‘સાઇટિફિક અમેરિકા’માં આર્ટિકલ લખ્યો હતો. આજે કાપ્રેકરે અને તેના સંશોધનને માન્યતા મળી ગઈ છે. દુનિયાભરના ગણિતજ્ઞ આ પર સંશોદન કરી રહ્યા છે.
આખરે આ સંખ્યા આટલી જાદુઈ કેમ છે ? આ સમજવા માટે જોવો તથ્ય. આખરે 6174ન જાદુઈ સંખ્યા કેમ કહેવામાં આવે છે ?
ઉદાહરણ તરીકે કોઈ પણ 4 અંકની સંખ્યા લઇ લો. પરંતુ ધ્યાન રાખવાનું આ સંખ્યા બીજીવાર ના આવવી જોઈએ.

ઉદાહરણ તરીકે 2345 લઇ લઈએ.
તેના ઉતરતા ક્રમમાં ગોઠવી લો.
5432
ફરી તેને ચડતા ક્રમમાં ગોઠવી લો. 2345
હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી લો. 5432-2345=3087
હવે આ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો 8730
ફરી તેને ચડતા ક્રમમાં ગોઠવો 0378
મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરો. (8730 – 0378) = 8352
હવે આ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો8532
ફરી આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો 2358
હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. (8532 – 2358) = 6174(મેજીકલ નંબર)
હવે મેજીકલ નંબર ‘6174’ની પ્રક્રિયાને ઉપરની જેમ જ કરો એટલે કે (7641-1467) =6174′ જ આવે છે. જો તમે ઈચ્છો તો પણ આગળ કરશો તો આ જ નંબર આવશે.
ચાલો હવે કોઈ બીજી સંખ્યા 2006 લઇ લઈએ. ઉપરની રીતે ફરી કરીએ.
6200-0026=6174
હવે મેજીકલ નંબર ‘6174’ની પ્રક્રિયાને ઉપરની જેમ જ કરો એટલે કે (7641-1467) =6174 જ આવે છે. જો તમે ઈચ્છો તો પણ આગળ કરશો તો આ જ નંબર આવશે.
હવે ખુદ પણ જોઈ શકો છો કે, કોઈ પણ 4 અંકની સંખ્યા લઇ લો તેનો ફાઇનલ જવાબ ‘6174’ જ આવશે.
મુંબઇની ‘સીગ્રામ ટેક્નોલોજી ફાઉન્ડેશન’ના ગ્રામીણ અને આદિવસી સ્કૂલો માટે આઇટી લર્નિંગ પ્લેટફોર્મ વિકસિત કરવામાં આવ્યું છે. જેનો મેજીકલ નંબર 6174એ તેના પાઠ્યક્રમમાં શામેલ કરવામાં આવ્યો છે.
wrong answer. how 8352 became 2358..
Totally wrong.